December 10, 2011

કિંમતમાં 'આકાશ'ને ટક્કર, વર્લ્ડ 1'st એન્ડ્રોયેડ 4.0 ટેબલેટ લૉન્ચ

ટેક્નોલોજી વર્લ્ડમાં સતત ઇનોવેશન અને પરિવર્તન થતા રહે છે. 2જી, 3જી પછી 4જી અને હવે 5જી ઇન્ટરનેટ ઉપર પણ આપણે આવી ગયા છીએ. 


Android 4.0
આ જ પરિવર્તનના દોરને વધુ એક ઓળખ આપતા ટેક્નલોજી કંપની એમઆઈપીએસએ એક એન્ડ્રોયેડ આધારીત ટેબલેટ પીસી લૉન્ચ કર્યું છે. 


દુનિયાના સૌથી પહેલા 4.0 આઈસક્રિમ સેન્ડવિચ ઑપરેટિંગ સિસ્ટમ આધારિત આ ટેબલેટનું નામ છે 'નોવો-7'. આ ટેબલેટ પીસી જેટલુ વધુ ઝડપી છે તેનાથી પણ સસ્તી તેની કિંમત છે. 

- ટેબલેટ પીસીની ભારતમાં કિંમત 5000 રૂપિયાથી પણ ઓછી રાખવામાં આવી છે
- એમઆઈપીએસ પાવર આધારિત આ ટેબલેટમાં 7 ઈન્ચની ટચસ્ક્રીન આપવામાં આવી છે
- સાથે-સાથે ડ્યૂઅલ કેમેરાની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે
- કેન્ટીવીટી માટે તેમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ જેવી ખાસીયતો પણ આપવામાં આવી છે


3 જી સુવિયાથી સજ્જ આ ટેબલેટ પીસીની ભારતમાં કિંમત 5000 રૂપિયાથી પણ ઓછી રાખવામાં આવી છે. ભારતમાં તાજેતરમાં જ લૉન્ચ થયેલા સૌથી સસ્તા ટેબલેટ પીસી 'આકાશ'ને ટક્કર આપવા નોવા-7ને ઉતારવામાં આવ્યું છે. 

એમઆઈપીએસ પાવર આધારિત આ ટેબલેટમાં 7 ઈન્ચની ટચસ્ક્રીન આપવામાં આવી છે. સાથે-સાથે ડ્યૂઅલ કેમેરાની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. તેની પાછળની બાજુએ 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જેની સાથે 3ડી ગ્રાફિક્સની સુવિધા પણ આપવામાં આવી છે. 

ગેમ્સ માટે 6 કલાક, મ્યૂઝિક માટે 25 કલાક, ઇન્ટરનેટ યૂઝ માટે 7 અને વીડિયો જોવા માટે 8 કલાકનો શાનદાર બેટરી બેકઅપ આપશે આ ટેબલેટ પીસી. 

1 ગીગાહર્ટ્ઝ એમઆઈપીએસ પ્રોસેસર ધરાવતા આ ટેબલેટ પીસીમાં 2 યૂએસબી પોર્ટ આપવામાં આવ્યા છે. કેન્ટીવીટી માટે તેમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ જેવી ખાસીયતો પણ આપવામાં આવી છે. 

આ ટેબલેટ પીસી અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉતારી દેવામાં આવ્યું છે, જ્યારે ભારતમાં તેની લૉન્ચિંગ થતા-થતા થોડો સમય લાગશે.

No comments:

Post a Comment